પતિએ કહ્યું, મારે જુનવાણીવાળી પત્ની નથી જોઈતી, મારી સાથે અમેરિકા આવવું હોય તો ટૂંકાં કપડાં પહેરવાં પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 17:04:40
  • Views : 271
  • Modified Date : 2020-12-17 17:04:40

    માતા-પિતા પોતાની લાડકી દીકરીને વિદેશમાં સ્થાયી થયેલા પરિવરમાં લગ્ન કરાવવા માગે છે. આ બધાની વચ્ચે જ્યારે વિદેશી કલ્ચર સાથે પાત્રો વચ્ચે જ્યારે સામ્યતા ન થાય ત્યારે તેનાં વરવાં પરિણામ આવે છે. અમદાવાદની એક યુવતીને તેના પરિવારે NRI યુવક સાથે લગ્ન કરાવ્યા, પણ યુવકે કહ્યું, તારે મારી સાથે રહેવું હોય તો ટૂંકાં કપડાં પહેરવાં પડશે. આ ઘટના બાદ પતિ અમેરિકા જતો રહ્યો અને ત્યાં યુવતીની જાણ બહાર છૂટાછેડા આપી દીધા હોવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.હાલ આ યુવતી તેના સાસરે એકલી રહે છે. વર્ષ 2018માં તેના લગ્ન ઘાટલોડિયાના એક યુવક સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ તેના પતિએ લગ્ન બાબતની ડિનર પાર્ટી રાખી હતી. યુવતીના પતિએ કહ્યું હતું, જો તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો પાર્ટીમાં સ્ટેટસ પ્રમાણે શોર્ટ્સ પહેરવા પડશે. એ દિવસે પાર્ટીમાં યુવતીના પતિએ ચિક્કાર દારૂ પણ પીધો હતો, જેથી યુવતીને ન ગમતાં તેણે તેના ભાઈને આ અંગે જાણ કરતાં યુવતીનો ભાઈ ત્યાં આવ્યો હતો. યુવતીના ભાઈએ તેના બનેવી સાથે વાત કરતાં બનેવીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં પતિએ જુનવાણી સ્વભાવે જીવવું હોય તો છૂટાછેડા આપી દેવા યુવતીને કહ્યું હતું.

    યુવતીએ કંટાળીને ફરિયાદ કરવાનું કહેતાં સાસુ-સસરાએ સંસાર બગડશે એમ કહી તેને રોકી હતી. બાદમાં યુવતીને સાસુ-સસરાએ કહ્યું હતું કે તારાં મા-બાપને અમેરિકા રહેતો જમાઈ જોઈતો હતો એટલે તારે દહેજ આપવું પડશે તો જ તને અમેરિકા આવવા મળશે. આટલું જ નહીં, યુવતીને તેનાં સાસરિયાં એટલી હદે ત્રાસ આપતા કે તે કંટાળી ગઈ હતી. એક દિવસ યુવતીને ફ્રેક્ચર થયું ત્યારે તેના સસરાએ મંદિર સાફ કરવાનું કહ્યું હતું, પણ તેણે ના પાડી હતી, જેથી તેના વાળ પકડી લાફો માર્યો હતો. સાસુ અને નણંદ મેડિટેશન માટે આશ્રમ જતાં યુવતીનો પતિ આવેશમાં આવીને પત્નીને કહેવા લાગ્યો કે તારા કર્મોને કારણે તેઓ ક્યાંક જતાં રહ્યાં છે. આમ, વિદેશ ન લઈ જઈ પતિ સહિત સાસરિયાંએ ત્રાસ ગુજારતાં યુવતીએ મહિલા પોલીસને ફરિયાદ કરતાં મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.



Download Our B K News Today App



Related News