થરાદના રતનપુર ગામે પતિએ કરી પત્નીની હત્યા : ત્રણ સંતાનની માતાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:29:13
  • Views : 338
  • Modified Date : 2022-03-15 12:29:13

થરાદના રતનપુર ગામે પતિએ કરી પત્નીની હત્યા : ત્રણ સંતાનની માતાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી

 

થરાદના રતનપુર ગામે હત્યાની ઘટના સામે આવી છે જેમાં પતિ તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગત મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગળે ફાંસો આપી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા હતી. હત્યારા પતિ સામે થરાદ પોલીસ મથકે મહિલાના પરિવારે નોંધાવી ફરિયાદ.

 

બનાસકાંઠા જિલ્લામાં હત્યા તેમજ આત્મહત્યા ના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આજે એક વધુ વિચિત્ર ઘટના સામે આવી છે થરાદ ખાતે પતિએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે કારી ગળે ટૂંપો આપી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થરાદ ખાતે આવેલ ભાપી રહેતા હરસંઘભાઈ વાઘાભાઈ ગલચર ની નાની બહેન સંતોકબેન ના આજ થી સતર વર્ષ પહેલાં સમાજના રીતી રીવાજ મુજબ થરાદ ના રતનપુર ખાતે રહેતા લક્ષ્મણભાઇ માનાભાઈ રાઠોડ ના સાથે લગ્ન થયા હતા.તેમના સંતાન માં બે દીકરા તેમજ એક દીકરી છે. સંતોકબેન ના પતિ લક્ષ્મણભાઇ માનાભાઈ રાઠોડ કામ બાબતે સંતોકબેન ને શારીરિક-માનસિક ત્રાસ આપતા અને હેરાન કરતા જેથી ઘટનાની વાત સંતોકબેન તેમના પરિવારને કરતા પરંતુ સંતોકબેન ના પરિવાર સંતોકબેન નું ઘર ના બગડે અને ઘર સંસાર સારી રીતે ચાલે જેથી સંતોકબેન ને સમજાવતા પરંતુ સંતોકબેન ના પતિ લક્ષ્મણભાઇ માનાભાઈ રાઠોડ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતા અને ગતરોજ લક્ષ્મણભાઈ માનભાઈ રાઠોડ તેની પત્ની સંતોકબેન ને મોઢા પર તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી દોરડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પતિએ પોતાની પત્નીની હત્યા કરી દેતા  ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી હતી. જે બાદ સંતોકબેન હત્યા કરનાર તેનો પતિ લક્ષ્મણભાઇ માનાભાઈ રાઠોડ  વિરુદ્ધ સંતોકબેન ના ભાઈ હરસંઘભાઈ વાઘાભાઈ ગલચર થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News