ડીસા તાલુકાના મોટા રસાણા પાસે અજાણ્યા વાહનની ટક્કરે સર્જાયો અકસ્માત : પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 12:20:42
  • Views : 348
  • Modified Date : 2021-12-27 12:20:42

 

આજરોજ ડીસા તાલુકાના મોટા રસાણા ગામ પાસે પોતાના સાસરીએ મળીને પરત પત્ની સાથે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની ને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટા હેવી વાહનોના કાફલા પર ડ્રાઇવિંગ ના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક માસુમ લોકોની જિંદગી આવા અકસ્માતોમાં હોમાઈ છે ખાસ કરીને ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બાઈકોના અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો એક વધુ અકસ્માત આજે ડીસા તાલુકાના મોટા રસાણા ગામ પાસે સર્જાયો હતો. ભાવેશભાઈ રમેશભાઈ રાવળ પોતાના સાસરી ખોડલ ગામથી મળીને પોતાની પત્ની સાથે ડીસા તરફ આવી રહ્યા હતા ત્યારે ડીસા તાલુકાના રસાણા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા જ્યાં તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નીને નાની મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત કયા સમયે અને કેવી રીતે થયો તે રહસ્ય હજુ સુધી અકબંધ છે લોકચર્ચા મુજબ કોઈ અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હોય તેવું જોવા મળી રહ્યું છે

Download Our B K News Today App



Related News