ડીસા તાલુકાના ઝેરડા નજીક બાઇક સ્લીપ ખાતા પતિ-પત્ની ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-31 11:06:42
  • Views : 837
  • Modified Date : 2022-05-31 11:06:42

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે પર છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં સૌથી વધુ અકસ્માતો બાઇક સવારોને નડયા છે વારંવાર બાઇક સવારોને નડતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે. ત્યારે આવો એક વધુ અકસ્માત ડીસા ધાનેરા રોડ પર આવેલ ઝેરડા નજીક સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર દશરથભાઈ પોતાની પત્ની સુરજ બેનને લઈને ડીસા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઝેરડા પાસે બાઈક સ્લીપ થઈ જવા પામ્યું હતું જેમાં બાઇક પર સવાર પતિ-પત્ની બંને રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં સૌથી વધુ ઇજા બાઈક પર સવાર દશરથભાઈ ને થઈ હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને ફોન કરતા 108 એમ્બ્યુલન્સ વાન પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બંને પતિ-પત્નીને સારવારાર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર તબીબો દ્વારા બંને પતિ-પત્નીને સારવાર આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News