હનિટ્રેપનો કિસ્સો: વેપારી પાસે માગ્યા 15 લાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 12:34:22
  • Views : 544
  • Modified Date : 2019-05-29 12:34:22

ધોરાજીમાં હનિટ્રેપનો બનાવ સામે આવ્યો છે. જેમાં લેડી ડોન પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે. પાયલ બુટાણીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખ રૂપિયાની માગ કરી હતી. જેમાં પોલીસે કુખ્યાત પાયલ બુટાણીની ધરપકડ કરી છે.રાજકોટ-ધોરાજીની કુખ્યાત પાયલ બુટાણીની ટોળકીએ એક વેપારીને શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ તેની પાસેથી રૂપિયા 15 લાખની માગ કરી હતી.

Download Our B K News Today App



Related News