પીએસઆઈની પÂત્ન ઉપર સાસરીયા પક્ષનો હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:31:00
  • Views : 619
  • Modified Date : 2019-07-12 11:31:00

દિયોદર તાલુકાના જાડા ગામે પીએસઆઈની પÂત્ન અને પુત્રને જુની અદાવત રાખી સાસરીયા પક્ષ વાળાએ મુઢ માર મારતા માતા-પુત્રને સારવાર અર્થ દિયોદર રેફરલ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં પરણીતાએ દિયોદર પોલીસ મથક ખાતે સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધ આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના જાડા ગામે રહેતી હિનાબેન પટેલ તેમના પતિ અશોકભાઈ સરજણભાઈ પટેલ રાધનપુર ખાતે સી.આઈ.ડી. (આઈ.બી) માં પી.એસ.આઈ. તરીકે નોકરી કરે છે. હિનાબેન પોતાના દીકરાને ન્હાવા માટે લઈ ગયેલ હતી. તે દરમ્યાન તેણી નણદ, અને કાકી સાસુ એકસંપ થઈ આવી કહેલ કે તારો દીકરો કેમ ચીચીયારી પાડે છે. અને જાંબુડી પાડી નુકસાન કરે છે. તેવું કહી ભુંડી ગાળો બોલી હતી અને જુની અદાવત રાખી માતા (પરણીતા) ને ગડદા પાટુનો માર માર્યા હતો અને પુત્ર દિવ્યાંગને પકડી ગળુ દબાવી મારવાની કોશિશ કરી હતી. જેમાં વધુ મારમાંથી બચવા તે ઘરની બહાર દોડી ગઈ હતી ત્યાં આગળ તેના કાકા સસરાએ પણ ઘરમાં નહિ આવવાનું કહી તેના પિયર જતી રેહ નહિ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા પરણીતા તેના પિયરમાં જઈ સમગ્ર બનાવની જાણ કરતા પિયરીયાજનો દ્વારા પરણીતા અને પુત્રને સારવાર અર્થ દિયોદર રેફરલ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે બાબતે હિનાબેન પટેલ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા દિયોદર પોલીસે (૧) સોનલબેન અમરાભાઈ પટેલ (૨) ભારતીબેન તેજાભાઈ પટેલ (૩) કોમલબેન અમરાભાઈ પટેલ (૪) અમરબેન અમરાભાઈ પટેલ (૫) તેજાભાઈ જગશીભાઈ પટેલ (૬) અમરાભાઈ જગશીભાઈ પટેલ તમામ રહે જાડા તા. દિયોદર જિ. બ.કાં. વાળા વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૭,૩૯૪,૨૯૪ (ખ) ૫૦૬ (૨) ૧૧૪ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ દિયોદર પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય  છે કે અગાઉ હિનાબેન પટેલે તેના પતિ અને સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ નાંધાવેલ છે.

Download Our B K News Today App



Related News