પાલનપુરમાં સફાઈ કામના મુદ્દે નગરસેવિકાના પતિ ઉપર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 11:57:02
  • Views : 494
  • Modified Date : 2019-06-10 11:57:02

પાલનપુર સોનબાગ વિસ્તારમાં ગંદકીની સફાય કરાવવાના મુદ્દે નગરસેવિકાના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી નગરસેવક પતિને પાલનપુરની સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં દિન પ્રતિ દીન કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે. જાણે લોકોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યુ છે. પાલનપુર સોનબાગ વિસ્તારમાં રહતા અને વોર્ડ નંબર અગિયારમાંથી
નગરપાલિકામાં ચૂંટાઈ આવેલા જાગૃતીબેન સોલંકીના વિસ્તારમાં કચરાના ઢગલાના કારણે ગંદકી સર્જાઈ હતી. જેથી વહેલી સવારે જાગૃતીબેનના
પતિ દ્વારા પાલિકાના સફાઈ કામદારો પાસે સફાઈ કરાવવામાં આવી રહી હતી. જેથી વિસ્તારના રહીશ દ્વારા અમારા વિસ્તારમાં સફાઈ નથી કરવી તેમ કહી ઉશ્કેરાઈ જઈ નગરસેવિકાના પતિ રમેશભાઈ સોલંકી ઉપર બોરથલ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા. અને રમેશભાઈને માથાના ભાગે ઈજાઓ થતા પાનલપુરની સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે નગરસેવિકા જાગૃતિબહેને જણાવ્યું હતું. કે મારા પતિ ઉપર હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ હુમલો કરનાર વ્યÂક્તના સગા પોલીસમાં હોવાથી પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેથી મારા પતિને પાલનપુર સિવિલમાં સારવાર માટે આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News