ખડાત નદીમાં ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો કરનાર ૪ પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:48:14
  • Views : 338
  • Modified Date : 2021-01-17 11:48:14

માણસા તાલુકાના ખડાત
પાસેથી પસાર થતી સાબરમતિ નદીમાં મોટા પ્રમાણમા ખનીજ ચોરી કરાઇ રહી છે. ત્યારે ગત ૧૩ જાન્યુઆરીના રોજ ભૂસ્તર વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરાયો હતો. ત્યારબાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. માણસા પોલીસે કર્મચારીઓ ઉપર હુમલો કરનાર ખડાત ગામના ૪ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
પ્રાંતિજ તાલુકાના વાઘપુર અને માણસા તાલુકાના ખડાતની સીમમાંથી પસારથતી નદીમાં ૧૩ જાન્યુઆરીના રોજ વહેલી સવારે નદીમાં રેતી ચોરીની તપાસ કરવા ભૂસ્તર શાસ્ત્રી ભરતભાઇ જલોતરા, ચંન્દ્રેશ પરમાર અને પ્રતિક શાહ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. તે ઉપરાંત સરકારી વાહનને નુકશાન કરાયુ હતુ. ૨૦થી ૨૫ લોકોનુ ટોળુ કર્મચારીઓએ માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ માણસા પોલીસ મથકમાં નોંધાઇ હતી.
ભૂસ્તર વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરીને ભાગતા ફરતા આરોપીઓને માણસા પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે ૩૦ વર્ષિય અશ્વિનસિંહ ઉર્ફે ગબ્બરસિંહ ભગવાનસિંહ રાઠોડ (રહે, શંગપુર, વિજાપુર), ૩૩ વર્ષિય કિરણસિંહ પરબતસિંહ રાઠોડ, ૩૫ વર્ષિય દશરથસિંહ ઉર્ફે ડીડી દીપસિંહ રાઠોડ અને સુરજસિંહ ઉર્ફે સુરભા માલસિંહ રાઠોડ (તમામ રહે, ખડાત માણસા)ને પોલીસે ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ પાસેથી
જીપીએસવાળી બેગ, રેતી ખનન માટેના બે મશીન કબ્જે કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News