લાખણીમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની થયેલ બોલાચાલી જીવલેણ હુમલામાં પરિણમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 11:21:14
  • Views : 2907
  • Modified Date : 2021-01-16 11:21:14

ઉત્તરાયણના દિવસે ધાબા
પર પતંગ ચગાવતા યુવાનો અભદ્ર વર્તન કરતા હોવાથી તેમને ના પાડતા આ યુવાનો ઉશ્કેરાઈ જઈને બિનઅધિકૃત રીતે ઘરમાં દાખલ થઈ મારામારી અને ત્યારબાદ જાનથી મારી નાંખવા ગાડી નાખતા હાહાકાર મચી જવા
પામ્યો છે.
ઉત્તરાયણના દિવસે લાખણી ગામમાં આવેલ હિંગળાજ મેડિકલની બાજુમાં ડૉ. નટુભાઈ પટેલના ઘરે તેમના ધાબા ઉપર તેમના પુત્ર અમરીશભાઈ તેમની માતા-પત્ની-પુત્રી અને આડોશી પાડોશી હાજર રહીને પતંગ ચગાવતા હતા ત્યારે સામે આવેલ શોપિંગના ધાબા ઉપર કેટલાક યુવાનો પતંગ ચગાવતા હતા અને અભદ્ર વર્તન અને ચિચિયારીઓ પાડતા હતા ત્યારે અમરીશભાઈએ તેમને શાંતિથી પતંગ ચગાવવાનું કહેતા તે
પૈકીના ૪ યુવાનો એકદમ ઉશ્કેરાઈ ગયા અને ત્યાંથી સીધા નીચે ઉતરી અમરીશભાઈના ધાબા ઉપર ચડવા લાગ્યા ત્યારે નીચે હિંગળાજ મેડીકલમાં બેઠેલ સુશાંતભાઈ પોતાના ધાબા પર જાય છે ત્યારે આ લોકો અમરીશભાઈ તેમજ તેમની
પત્ની અને માતા તેમજ પાડોશી મહિલાઓ સાથે મારપીટ કરીને ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ત્યારે બુમાબમ થતાં આજુબાજુના લોકો આવી ગયા અને તેમને સમજાવીને નીચે ઉતાર્યા ત્યારબાદ આ ઘટના થતાં તેમની ઘરની આગળ લોકો ભેગા થઈ ગયા ત્યારે ભરત રાજપૂત બોલ્યો કે જીતેન્દ્રસિંહ ગાડી લાવો અને આ લોકો ઉપર ચડાવી દો એટલે તરત જ જીતેન્દ્રસિંહ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નં. જીજે ૯ બીસી ૫૦૮૩ લઈને આવ્યો અને આ લોકો જ્યાં ઉભા હતા. ત્યાં
પુરઝડપે જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી ઉપર નાંખી પરંતુ બધા આડાઅવળા થયા કોઈ નીચે પટકાઈ ગયા
પણ તે પૈકીના પુષ્પાબેન બંસીલાલ સોની ટક્કર લાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા જેમને સારવાર અર્થે લાખણી બાદ ડીસા લઈ જવામાં આવ્યા છે અને ચન્દ્રિકાબેન પટેલ જેઓ
પણ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યારે આ બધા લોકો હોબાળો થતાં ત્યાંથી ગાડીઓ લઈને ભાગી ગયા હતા. આ બાબતે આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૭,૪૫૨,૩૨૩,૨૯૪ (ખ) ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તાપસ
પી.એસ.આઈ પી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.
આ હુમલાને લઈને ગામલોકોમાં ઘેરા પ્રત્યાઘાત
પડ્યા છે અને ધોળાદિવસે ખુલ્લેઆમ દાદાગીરી અને લુખ્ખાગીર કરતા આ યુવાનો ઉપર ફિટકાર વરસી રહ્યો છે. કાયદાનો કે સમાજનો ડર રાખ્યા વગર જીવલેણ હુમલો કરનાર આ યુવાનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામલોકોની પણ માંગ ઉઠી છે. આગથળા પોલીસ સત્વરે
આ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે અને દાખલારૂપ કાર્યવાહી કરે જેના કારણે બીજીવાર કોઈ આવું કરતા પહેલા કોઈ વિચારે એવું ગામલોકો બોલી રહ્યા છે.

Download Our B K News Today App



Related News