ધાનેરા નગરપાલિકાના હુકમની ઐસી કી તૈસી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 11:58:11
  • Views : 429
  • Modified Date : 2021-04-14 11:58:11

ધાનેરા મુખ્ય રસ્તા ઉપર આવેલ રહેણાંક ઘરમાં તોડફોડ કરીને કોમર્સિયલ કામકાજ માટે ફેરફાર કરવામાં આવી રહ્યા છે.  તે બાબતે જાગૃત લોકો દ્વારા નગરપાલિકાને રજુઆત કરવામાં આવતા પાલિકાએ નોટીસ પાઠવવા છતાં પણ નગરપાલિકાના કાયદાની ઐસી કી તૈસી કરીને ધમધોકાર કામકાજ ચાલી રહ્યુ છે તેમ છતાં પાલિકાના પેટનંુ પાણી પણ હલતુ નથી.
ધાનેરા સ્ટેસન રોડ ઉપર મેમણ મહમદયુનિસ હાજીભાઇ વગેરેના ઘરો આવેલ છે. અને તે જમીન રહેણાંક જમીન હોવા છતાં પોતાના ઘરમાં તોડફોડ કરીને ત્યાં દુકાનો બનાવવાની કામગીરી કોઇ પણ પરવાનગી વગર કરવામાં આવતી હોવાથી તેમજ આજુબાજુના લોકોને તકલીફ થતી હોવાથી ધાનેરા નગરપાલિકામાં રજુઆત કરવામાં આવતા ધાનેરા નગર
પાલિકા દ્વારા તા. ૧૫ માર્ચના રોજ નોટીસ પાઠવવામાં આવેલ અને જણાવેલ કે તેના તમામ સાધનિક કાગળો પાલિકા કચેરીએ હાજર કરવા અને કામકાજ બંધ કરવુ તેમ છતાં
પાલિકાના આ હુકમને ઘોળીને આ લોકો આ કામકાજ ચાલુ રાખતા પાલિકા દ્વારા બીજી નોટીસ પાઠવવામાં આવવા છતાં તે કામકાજ બંધ કરવામાં આવેલ નથી. જેથી લોકો પણ
પાલિકાના અધિકારીઓની જાહેરમાં મજાક ઉડાવી રહ્યા છે કે પાલિકાના કાયદા આ લોકો સામે ચાલતા નથી કે પછી અધિકારીઓ પણ પોતાના ખીસ્સાઓ ગરમ કરીને બેસી ગયા છે તેવા લોકો ખુલ્લેઆમ આક્ષેપો કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News