ચાલુ વરસાદમાં પણ દશામાની મૂર્તિ ખરીદવા માટે ભારે ભીડ જામી આવતીકાલથી દશામાના વ્રતો શરૂ થઈ રહ્યા ત્યારે મોટી સંખ્યામાં બહેનો ધાનેરા શહેરી વિસ્તાર ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:55:27
  • Views : 226
  • Modified Date : 2022-07-28 11:55:27

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અને રૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે દર વર્ષે હિન્દુ ધર્મના લોકો અનેક તહેવારોની ઉજવણી કરતા હોય છે જે અંતર્ગત આવતીકાલથી દશામાના વર્ષ શરૂ થઈ રહ્યા છે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે દશામાંના વ્રત કરે છે અને દશામાની મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપિત કરી તેની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરે છે અને તે બાદ તેનું પાણીમાં વિસર્જન કરે છે ત્યારે આજે દશામાની મૂર્તિ ખરીદવા માટે બજારમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ચાલુ વરસાદમાં પણ ભક્તોએ ખૂબ જ ઉત્સાહ સાથે દશામાની મૂર્તિની ખરીદી કરી છે. ખાસ કરીને આવતીકાલથી શરૂ થતા દશામાના વ્રતને લઈ લોકોમાં અનેરી આસતા રહે છે દસ દિવસ સુધી મહિલાઓ અને પુરુષો સૌ કોઈ દશામાના વ્રત કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આવતીકાલથી શરૂ થતા દશામાંના વ્રતને લઈ આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકો બજારોમાં દશામાની મૂર્તિની ખરીદી કરતા નજરે પડ્યા હતા તેના કારણે બજારોમાં વરસાદના માહોલ વચ્ચે પણ ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે હિન્દુ ધર્મમાં વ્રતોને એક અનોખી ભક્તિ રહેલી છે

Download Our B K News Today App



Related News