જામનગરના મચ્છર નગરમાં જર્જરિત દીવાલ ધસી પડતાં ભારે અફરાતફરી : નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-26 18:32:44
  • Views : 53
  • Modified Date : 2025-05-26 18:32:44

જામનગરમાં મચ્છર નગર વિસ્તારના હાઉસિંગ બોર્ડના એક એપાર્ટમેન્ટની દિવાલનો જર્જરીત હિસ્સો ગઈકાલે રાત્રિના સમયે એકાએક ધસી પડતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

સદભાગ્યે આ સમયે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થતી ન હોવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ નીચે પાર્ક કરેલા ટુ-વ્હીલર-રીક્ષા સહિતના કેટલાક વાહનોમાં નુકસાની થઈ હતી. ધડાકા સાથે કાટમાળ ધસી પડવાથી અનેક લોકો એકત્ર થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News