ઓનલાઈન શિક્ષણ આપવા મામલે સરકાર એક્શનમાં હું વાલીઓનો વાલી છું, સરકાર નહીં જુકે ઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:12:29
  • Views : 509
  • Modified Date : 2020-07-24 11:12:29

ઓનલાઇન શિક્ષણ બંધ થતા અમદાવાદના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. ઓનલાઇન શિક્ષણ બંધ થતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળાઓએ સામે સરકાર પગલા લે તેવી માંગણી વાલીઓમાંથી ઉઠી હતી જેના બદલામાં સરકારે આજે જવાબ રજૂ કર્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર જ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમથી અંગ્રેજી અને ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે.
અત્યાર સુધી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારે હવે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ સંકટ સમયમાં રાજ્ય સરકારની મદદથી યુ ટ્યુબ અને સરકારી ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે.ઓનલાઇન શિક્ષણ બાબતે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે
હાઇકોર્ટના નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓને ફી નહી ઉઘરાવવા બાબત
પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની મનાઈ ફરમાવી હતી ત્યાંથી રાજ્યમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે કેવી રીતે પડશે તેવા પ્રશ્નો વાલીઓમાં ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્નના જવાબમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હું રાજ્યના તમામ વાલીઓનો વાલી છું. કોઈપણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં અને તેમને શિક્ષણ મળી રહે એ માટે શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે.
ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના ૨૪ કલાકમાં સરકાર એક્શનમાં આવી ગઈ છે. શિક્ષણમંત્રીએ મૌન તોડી આપ્યું મોટું નિવેદન આપ્યું હતુ. ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરી હતી. હાલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ જ છે ત્યારે હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓને
પણ શિક્ષણ આપવામાં આવશે.. લોકડાઉનથી અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ માટે સરકાર સક્રિય છે. વંદે ગુજરાત, બાયસેક, ડી. ડી . ગીરનાર, યુ ટુબ પર ઓન લાઈન શિક્ષણની વ્યવસ્થા કાર્યરત છે જ. ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓ સહિત
જેઈઈટી,નીટ અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News