બનાસકાંઠામાંથી નીકળતી HPCL ની પાઈપલાઈનના કારણે રવિપાકને નુકશાન : ખેડૂતો કરી રહ્યા છે વળતરની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-14 12:08:55
  • Views : 692
  • Modified Date : 2021-11-14 12:08:55

 

બનાસકાંઠાની જિલ્લાઓમાંથી HPCL પાઇપલાઇન નીકળી રહી છે. જે પાઇપલાઇનની કામગીરી સામે ખેડૂતો વિરોધ છે. ખેડૂતોનું કહેવું છે કે માસથી ચાલતી કામગીરીમાં રવી સીઝન દરમિયાન વાવેતર કરેલુ હોવા છતાં HPCL ના અધિકારીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. રવી સિઝનમાં ખેડૂતોએ પાકનું વાવેતર થઈ ગયું છે. પરંતુ તેમ છતાં કામગીરી પ્રગતિ પર હોઈ ખેડૂતોના પાકનું નુકસાન થયું છે. ખેડૂતોની માગણી છે કે સરકાર રવી સીઝનમાં થયેલા પાક નુકસાનીનું વળતર ચુકવે.

 

એચપીસીએલ ની પાઈપલાઈન ની કામગીરી પ્રગતિ પર છે. તે વચ્ચે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ફરજ પરના એચપીસીએલ અધિકારીનું કહેવું છે કે ખેડૂતોને પાઈપલાઈન નાખવા પેટે થયેલા નુકસાનનું વળતર ચૂકવાયું છે. પરંતુ તેમ છતાં ખેડૂતો રવી સીઝનમાં નવા નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. જેનો ઉલ્લેખ કાયદામાં ક્યારેય નથી. જેથી સમગ્ર મામલો નાયબ કલેકટર મહેસૂલમાં હોય મામલે તેમના તરફથી કોઈ કામગીરી કરવાની રહેતી નથી.

 

અનેક ખેડૂતોએ રવી સીઝન ની શરૂઆત કરી દીધી છે. તે વચ્ચે જ્યારે હવે પાઇપલાઇનને કામગીરી ચાલી રહી છે. ત્યારે રવિ સિઝનના પાકોને પણ નુકસાન થયું છે. ખેડૂતોને વળતર ચૂકવાય તે માટે જગતનો તાત માંગ કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News