ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ કેવું રહેશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-01 17:41:15
  • Views : 135
  • Modified Date : 2023-06-01 17:41:15

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા બેથી ત્રણ  દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવાયા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.  તો સાબરકાંઠા અને બનાસકાંઠામાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શકયતા પણ જોવા મળી રહી છે.હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તી જણાવ્યા અનુસાર કચ્છમાં પણ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા જોવા મળી રહી છે.વધુમાં 4 અને 5 જૂને અમદાવાદમાં 41 ડિગ્રી સુધીના તાપમાન પર યલો એલર્ટ જેવું આકરું વાતાવરણ રહે તેવું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થાય તેવા પણ અણસાર વર્તાઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News