ગુજરાતમાં ઝોન વાઈઝ કેટલા જળાશયોમાં કેટલા પાણીનો જથ્થો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 18:33:53
  • Views : 110
  • Modified Date : 2023-06-23 18:33:53

હાલમાં જ રાજ્યના હવામાન વિભાગે ચોમાસુ પાંચ દિવસ બચી રાજ્યમાં દસ્તક દેશે તેવી આગાહી કરી છે. જો કે વરસાદ ખેંચાવાને કારણે રાજ્યના જળાશયોમાં પાણીનો કેટલો જથ્થો છે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. ત્યારે સૌથી વધુ ચિંતાજનક સમાચાર સૌરાષ્ટ્રની જનતા માટે છે કારણે રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવરમાં 50.73 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર યોજના સહિત 207 જળાશયોમાં 39.55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાની માહિતી સામે આવી છે. વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયો પર નજર કરીએ તો રાજ્યમાં સરદાર સરોવર યોજના સહિત 207 જળાશયોમા 39.55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 50.73 ટકા પાણીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને બિપોરજોય વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર ઉંચું આવ્યું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.77 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.48 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.83 ટકા પાણીનો જથ્થો છે. હાલમાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. તેમ છતાં સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 19.34 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં કચ્છના 20 જળાશયોમાં 48.63 ટકા પાણીનો જથ્થો વધ્યો છે. સરેરાશ રાજ્યમાં 39.55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Download Our B K News Today App



Related News