ડીસા નગરપાલિકાની નિષ્ક્રિયતાથી લોકો કેટલા પરેશાન..?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-21 11:33:41
  • Views : 306
  • Modified Date : 2022-05-21 11:33:41

 

દરેક શહેર અને નગર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક કક્ષાએ નગરપાલિકાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે.. જે નગરના લોકોને પડતી મુશ્કેલીઓનું ધ્યાન રાખતી હોય છે.. અને નગરજનોને સુવિધા પૂરું પાડવાનું કામ કરતી હોય છે.. પરંતુ ડીસા નગરપાલિકા પોતાની પ્રાથમિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડી રહી છે.. વાત છે ડીસા નગરપાલિકાના સિંધી કોલોની વિસ્તારની... વિસ્તારમાં સર્જાયેલી ગંદકીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છ ભારતના મોટા મોટા બેનરો લગાવવામાં આવેલા છે.. અને નગરજનોને સ્વચ્છતા અંગે જાગૃત બનવાનો દેખાવો કરી રહી છે.. પરંતુ ખુદ નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશનની દરકાર નથી અને ડીસા શહેરમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજજીયા ઊડી રહ્યા છે.. શહેરના સિંધી કોલોની વિસ્તારમાં લોકોના ઘરની આગળ ગંદકી અને ગટરો ઉભરાઇ જવાના લીધે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે અને અંગે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર, સફાઈ કામદાર સહિત અન્ય કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ જાતની દરકાર ડીસા નગરપાલિકા દ્વારા લેવામાં આવતી નથી.. પાલિકાના કેટલાક કર્મચારીઓ તો નાગરિકોને ઉડાઉ જવાબ પણ આપી રહ્યા છે અને હવે તેને પગલે સ્થાનિકો તેમની સમસ્યાના નિવારણ માટે મીડિયાનો સંપર્ક કરી રહ્યા છે


ડીસા નગરપાલિકામાં સત્તા ધીશોમાં જો જરા પણ શરમ કે લાજ હોય તો સહુથી પહેલા નગરજનોને પડી રહેલી મુશ્કેલીઓનું નિવારણ લાવે... માત્ર સત્તાની ખુરસી પર બેસીને આંખો અને કાન બંધ કરી દેવાથી શહેરની સમસ્યાઓનું નિવારણ આવશે નહીં...

Download Our B K News Today App



Related News