પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થતાં લોકોએ શું આપી પ્રતિક્રિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 11:30:59
  • Views : 422
  • Modified Date : 2022-05-23 11:30:59

 

 

          ભારતમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં વધારો થઈ રહ્યો હતો.. જેને પગલે મોંઘવારી પણ વધતી જતી હતી.. ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધવા પાછળ અનેક કારણો છે.. પરંતુ છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને પગલે વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશોના પુરવઠામાં ઘટાડો થયો છે અને તેની માંગ વધતાં ભાવો પણ આસમાને પહોંચી ગયા હતા.. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશોમાં ભાવોમાં ધરખમ વધારો થતાં તેની સીધી અસર પરિવહન પર પાડવા લાગી હતી અને તેના લીધે દરેક ચીજવસ્તુઓના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો હતો.. ભારતમાં મોદી સરકારના આગમન બાદ સામાન્ય રીતે પેટ્રોલની કિંમતોમાં વધારે પ્રમાણમાં વધારો જોવા નથી મળ્યો પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની વધતી જતી કિંમતોને પગલે છેલ્લા દોઢેક વર્ષથી પેટ્રોલના ભાવોમાં વધારો નોંધાયો છે.. અને પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર જતો રહ્યો હતો.. તેની સીધી અસર આમ જનતા પર જોવા મળી હતી.. ત્યારે આમ જનતાને આ મોઘવારીમાં મોટી રાહત મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે સાંજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. અને શનિવારે સાંજે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઈજ ડ્યુટી ઘટાડી દેતા પેટ્રોલના ભાવોમાં ૯ રૂપિયા ૫૦ પૈસા, ડીઝલના ભાવમાં ૭ રૂપિયા અને ઘરેલુ રાંધણ ગેસના ભાવોમાં સિલિન્ડર દીઠ ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.. કેન્દ્ર સરકારના આ લોક ઉપયોગી નિર્ણયને પગલે આજે અમારી ટીમે લોકોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો...

Download Our B K News Today App



Related News