વેજલપુરના શ્રી નંદનગરના મકાનો પાણીમાં ગરકાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-23 16:05:07
  • Views : 182
  • Modified Date : 2023-07-23 16:05:07

અમદાવાદમાં ભારે વરસાદ બાદ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના શ્રીનંદનગરના જ્યાં વરસાદે વિરામ લીધે કલાકો વીતી ગયા છે. પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઇ રહ્યું. આખી સોસાયટી પાણીમાં ગરકાવ છે. તમામ ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે, લાખો રૂપિયાની ઘરવખરી અને માલસામાન પલળી ચૂક્યો છે. અને આ નુકસાન નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે.આપને જાણીને આશ્ચર્ય થશે કે કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી હતી. દાવો હતો કે આ લાઇન નાખ્યા બાદ વરસાદી પાણી નહીં, ભરાય પરંતુ જુઓ આપના નજર સમક્ષ આ દ્રશ્યો છે. કરોડોના ખર્ચ બાદ પણ જો આવી સ્થિતિ હોય છે. તો તંત્રએ કેવી કામગીરી હશે એ વિચારી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News