છાપીના માહી પાટિયા નજીક ઓપન કિચન હોટલમાં જાહેરનામાનો ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:53:29
  • Views : 2371
  • Modified Date : 2020-07-01 11:53:29

છાપી પોલીસ સ્ટાફે ઓચિંતી રેડ પાડતા છાપીના માહી પાટીયા નજીક ઓપન કિચન નામના ધાબા પર રાત્રી દરમિયાન બંધ બારણે માંસાહારીનું ખોરાકનું  હોટલના વ્યક્તિ દ્વારા પાર્સલ વેચાણ અને અંદર જમવાનું ચાલુ હતું. ત્યારે જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી હોટલ બંધ કરાવી હોટલના માલિક અને સ્ટાફના એક માણસ સાથે બે વ્યક્તિઓ સામે કલેક્ટરના જાહેરનામાના ભંગની ફરિયાદ કરી હતી. જેમાં (૧) મહમદ ઈબ્રાહિમ પલસાણીયા રહે.મેતા (૨) મુઆવિયા યાસીન ઢુક્કા રહે.માહી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૧૮૮,૨૬૯ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હોટલના એક કર્મચારીનો વીડિયો પણ વાયરલ થયો હતો અને વીડિયોમાં કર્મચારી એવું કહે છે અમને ઉપરથી પ્રેસર છે. તો આ પ્રેસર કોનું? હોટલ માલિક પર કોનું પ્રેસર હોય એ પણ એક સવાલ ?  


Download Our B K News Today App



Related News