પાટનગરમાં તંત્રની રહેમ નજર હેઠળ બે રોક ટોક ધમધમતો હોટલ- રેસ્ટોરન્ટનો ધંધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 11:57:19
  • Views : 370
  • Modified Date : 2020-11-04 11:57:19

ગાંધીનગર શહેરમાં તંત્રની ઐસી કી તૈસી ગેરકાયદેસર હોટલ માફિયાઓએ તંત્રની મંજૂરી વગર દે ઠોક હોટલો ઢાબા, રેસ્ટોરન્ટ ખોલીને ધંમધોકાટ ધંધો કરે છે.  ત્યારે તંત્ર દ્વારા નોટિસ આપીને સંતોષ માન્યો હોય તેમ તંત્રની નોટિસને હોટલ માફિયાઓ ચબરખી ઘણે છે. તેવી વાતો
પણ હવે બજારમાં વહેતી થઈ છે.  ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ગુડા સમાવિષ્ટ વિસ્તારોમાં જ્યાં હાઇવે ટચ રોડ ઉપર કોઈ જોનાર ન હોય તેમ બેફામ ખેતીની જમીનમાં વગર પરવાનગીએ ચાલતી હોટલો મોટી સંખ્યામાં ખુલી ગઈ છે. હાલ જોડાયેલ લાલ આંખ કરીને નોટિસ પાઠવી છે.
પણ નોટિસને હોટલોના માફિયાઓ ટીસ્યુ પેપર ગણી રહ્યા છે. રોડ રસ્તા હાઇવે ટચ એવા શાહપુરથી સરગાસણમાં મોટાભાગની ખેતી લાયક તથા સરકારના અંડરમાં આવેલી જમીનો એટલે કે સંપાદિત કરેલાં છે. આ જમીનો ઉપર આઉટ સ્ટેટના વેપારીઓ દ્વારા હોટલો શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નવા સમાવિષ્ટ એવા વિસ્તારોમાં જ્યાં કોમપ્લેક્ષો બન્યા છે તે કોમ્પલેક્ષમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવા છતાં કઈ રીતે મંજૂરી આપી તંત્રને તે યથાર્થ પ્રશ્ન છે. એટલે રીતસર તંત્રની રહેમ નજર હેઠળ આ ધંધો ધમધમી રહ્યો છે.
 તંત્ર આંખઆડા કાન કરે છે.  ત્યારે હોટલના સંચાલકોએ
કોઈપણ જાતના બીયુ પરમિશન મેળવ્યા વગર અને ફાયર સેફટીના નિયમો તથા તેની સુવિધા વગર ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે તંત્રને કોઇ જ પ્રકારનો ભય રહ્યો નથી રીલાયન્સ ચાર રસ્તા પાસેના કોમ્પ્લેક્ષોમાં  સત્તાવાર હજુ સુધી બીયુ પરમિશન મળતી નથી ત્યારે અહીંયા ૧૦ થી ૧૫ જેટલી પણ વધારે હોટલો, ઓટોમોબાઇલ્સના શોરૂમ શરૂ થઈ ગયા છેસ્થાનિક રહેવાસીઓએ આ મામલે ગુડામાં ફરિયાદ લેખિતમાં
આપેલી છે છતાં તંત્રની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Download Our B K News Today App



Related News