પાલનપુરના ચંડીસરમાં ૨૦૦૦ ચો.ફૂટ સરકારી જમીન પચાવનાર હોટલ માલિક સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 10:34:30
  • Views : 3176
  • Modified Date : 2021-02-04 10:34:30

પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે સરકારી જમીન
પચાવી પાડનાર હોટલ માલિક સામે ઈન્ચાર્જ રેવન્યુ તલાટી દ્વારા  સરકારના લેન્ડ ગ્રેબિંગના એકટ મુજબ ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે સરકારી જમીન ઉપર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે.
સમગ્ર બનાવની વિગત પ્રમાણે ચંડીસર ગામના ભેમજીભાઈ જાલુજી ઠાકોર દ્વારા ચંડીસર ગામના સર્વેનંબર ૯૮૫ વાળી શ્રી સરકાર જમીનમાં કોઈપણ જાતની મંજુરી મેળવ્યા વગર અંદાજીત ૨૦૦૦ ચોરસ ફુટ જમીનમાં હોટલ (ઢાબો) નો સેડ બનાવી અંદાજે દોઢ બે વર્ષ અગાઉ અન અધિકૃત રીતે બીનખેતી ઉપયોગ કરી અનઅધિકૃત રીતે સરકારી જમીન પર દબાણ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ ગુજરાત સરકારી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા અધિનિયમ ર૦ર૦ના એકટનો ભંગ કર્યો હતો. તેમજ  ગેરકાયદેસર દબાણ કરી કબજાે કરેલો. સરકારી જમીન અનઅધિકૃત રીતે કબજાે કરેલ હોઈ મામલતદારની સુચનાથી ચંડીસર ઈન્ચાર્જ રેવન્યુ તલાટી જીગલબેન પ્રજાપતિ દ્વારા ગઢ
પોલીસ મથકે સરકારના લેન્ડ ગ્રેબિંગના એકટ મુજબ ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી. જે અંગેની ફરીયાદ ગઢ પોલીસ દ્વારા દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News