કલેકટર આનંદ પટેલની સુચનાથી બનાસકાંઠા જિલ્લામાં ૧૨૪ કોવિડ હોસ્પિટલોને મંજૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 11:36:21
  • Views : 1077
  • Modified Date : 2021-04-30 11:36:21

સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યારથી લઇ સમગ્ર દેશ અને રાજ્યમાં આરોગ્યલક્ષી કાર્ય ખુબજ કુશળતા પૂર્વક કરવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને કોવિડ-૧૯ કોરોના વાયરસની બીજી લહેરના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના દેખરેખ તેમજ સીધા માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ખાતે આવેલ હોસ્પિટલો પૈકી કુલ–૧૨૪ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો તરીકે મંજુરી આપવામાં આવેલી છે. તેમાંથી ૨૨ હોસ્પિટલો સરકારી અને ૧૦૨ ખાનગી હોસ્પિટલોને મંજુરી આપવામાં આવેલી છે. ૧૨૪ હોસ્પિટલોમાં જિલ્લા ખાતે ૧૩૦૭ ઓક્સિજન બેડ અને ૮૮ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલ ખાતે ૩૭૪ ઓક્સિજન અને ૨૬ વેન્ટીલેટર બેડ અને ખાનગી હોસ્પિટલ ખાતે ૯૪૩ ઓક્સિજન બેડ અને ૬૩ વેન્ટીલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓક્સિજન વિતરણ માટે અધિકારીઓને ફરજ સોંપણીના કરાયેલ આદેશ
કલેકટર દ્વારા બનાવેલ ઓક્સિજન વિતરણ વ્યવસ્થાપન તેમજ કંટ્રોલરૂમ માટે સંકલન તથા સુપરવિઝન માટે   જે.આઈ.દેસાઈ, જિલ્લા તિજાેરી અધિકારી, પાલનપુર મો.નં.૭૫૬૭૦૨૩૩૩૭ અને  રવિરાજ ઝાલા, જિલ્લા આયોજન અધિકારી, બનાસકાંઠા પાલનપુર મો.નં.૯૯૯૮૫૬૨૬૬૮ નાઓને સુપરવિઝન હેઠળ બંને બોટલ રીફીલરોના ત્યાંથી જિલ્લા ખાતે આવેલ વિવિધ હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો સતત અને સુચારૂ રૂપથી મળી રહે તે બાબતે સંકલન તેમજ ફરિયાદ નિવારણની વ્યવસ્થા કરેલ છે. આ ઉપરાંત  ડી.એસ.પટેલ, મો.વા.નિ., આર.ટી.ઓ.પાલનપુર મો.નં.૯૯૭૮૨૪૪૮૦૦,   એ.એમ.પરમાર, એ.આર.ટી.ઓ. પાલનપુર મો.નં.૯૯૧૩૭૧૨૩૬૬,  એ.ડી.ભુરીયા, સહાયક રાજય વેરા કમિશનર પાલનપુર, મો.નં.૯૮૨૪૬૦૧૫૩૭,  ચેતન એ.પટેલ, સહાયક મો.વા.નિ. મો.નં.૯૪૦૯૦૬૩૭૮૧, ૯૬૬૪૯૯૮૯૫૩ અને  આર.એસ.રાઠવા, સહાયક મો.વા.નિ. મો.નં.૯૯૭૪૦૩૨૭૮૪ દ્વારા સમગ્ર ઓક્સિજન વિતરણની કામગીરી સુચારૂ રૂપે ચાલે તે બાબતના કલેકટર  હુકમો કરેલ છે. આમ સમગ્ર જિલ્લા ખાતે આવેલ વિવિધ હોસ્પિટલો તેમજ ઓક્સિજન સપ્લાયરો વચ્ચે સમન્વય જળવાઈ રહે અને ઓક્સિજનની વિતરણ વ્યવસ્થા જિલ્લા ખાતે સુચારૂ રૂપે ચાલે તે બાબતની તમામ કાળજી કલેકટરના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યો છે.

જિલ્લાની હોસ્પિટલોને દૈનિક વપરાશ માટે ૨૦ મે.ટન ઓક્સિજન વિતરણ કરાશે
જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો ખાતે જિલ્લામાં આવેલ ગુરૂ ઈન્ડસ્ટ્રીઝ, જી.આઈ.ડી.સી.ચંડીસર અને જયભારત ટ્રેડીંગ કંપની અમદાવાદ હાઈવે પાલનપુર દ્વારા ઓકિસજનનો જથ્થો પુરો પાડવામાં આવેલ છે. જિલ્લાની હોસ્પિટલોને આશરે દૈનિક વપરાશ માટે ૨૦-મે.ટન જેટલો ઓકિસજનનો પુરવઠો બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના દ્વારા બનાવેલ વિવિધ ટીમોની સીધી દેખરેખ હેઠળ આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના ૨૩૧ કેસ
બી.કે.ન્યૂઝ ઃ ડીસા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને પગલે પરિસ્થિતિ કથળી રહી છે. જેમાં ગુરૂવારે કેસમા ઘટાડો થતા ૨૩૧ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ૧૦૫ કેસ પાલનપુરમાં નોંધાયા હતા.  જ્યારે ડીસામાં ગતરોજ કરતા અડધા ૩૧ કેસ નોંધાયા હતા.  ત્યારે અમીરગઢમાં ૧૦, દાંતામાં ૮, દિયોદરમાં ૧૭, ધાનેરામાં ૧૦, કાંકરેજમાં ૯, લાખણીમાં ૫, સુઈગામમાં ૧૩, થરાદમાં ૧૨, વડગામમાં ૯ અને વાવમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા.

Download Our B K News Today App



Related News