ડીસાના ધારાસભ્યએ સરકારી કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:35:38
  • Views : 241
  • Modified Date : 2021-04-24 11:35:38

બનાસકાંઠામાં જે પ્રમાણે સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને પહોંચી વળવા માટે હવે વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે ડીસાના ધારાસભ્યએ  સરકારી કોવિડ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. સુવિધાઓના અભાવે દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓનો અંત લાવવા તેઓએ તાત્કાલિક ૨૦૦ બેડની વધુ સુવિધા ઉભી કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. ડીસા તાલુકામાં પણ રોજના ૭૦ થી ૮૦ જેટલા કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. જેની સામે હવે હોસ્પિટલોમાં જગ્યા પણ ખૂટી પડી છે. આ દર્દીઓની પરિસ્થિતિ જાેવા અને કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને મળી રહેલી સારવાર અને  સુવિધાઓની રૂબરૂ મુલાકાત લેવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ,  નગરપાલિકા પ્રમુખ તેમજ ડોક્ટરની ટીમ સાથે બેઠક યોજી હતી. સરકારી હોસ્પિટલમાં જગ્યા ઓછી અને કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે નવી ૨૦૦ ની સુવિધા ઉભી કરવા માટેનું આયોજન કરાયું છે. જેમાં ડીસાની ભણસાલી હોસ્પિટલમાં ૫૦ બેડની સુવિધા, નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શેલ્ટર હોમમાં ૧૦૦ અને જનતા હોસ્પિટલમાં વધુ ૫૦ બેડની ઓક્સિઝન લાઈન સાથેની વ્યવસ્થા ઊભી કરી સારવાર માટે આવતા દર્દીઓને રઝળવુ ન પડે અને પૂરતી સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેમ ધારાસભ્ય શશીકાંત
પંડ્યાએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News