શહેરના ૪ હોસ્પિટલના ૭ રૂમ સીલ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 11:21:56
  • Views : 394
  • Modified Date : 2021-02-28 11:21:56

ગાંધીનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા ફરી સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરમાં વિવિધ ૪ હોસ્પિટલોના રૂમ સીલ કરવામાં આવ્યા હતા.
શહેરમાં ફાયર એનોસી વગર ધમધમતી હોસ્પિટલો
ઉપર ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. છેલ્લા ૨ દિવસથી તંત્ર દ્વારા સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાટનગરમાં સેક્ટર-૨૨માં આવેલી નેહા નર્સિંગ હોમનો એક રૂમ, યશદીપ હાર્ટ શ્ મેડિકલ
હોસ્પિટલના બે રૂમ, આરોગ્યમ હોસ્પિટલના બે રૂમ અને શાશ્વત ઓર્થો કેર હોસ્પિટલના બે રૂમ સીલ કરવામાં આવ્યા છે.આમ સેક્ટર ૨૨માં વિવિધ ચાર હોસ્પિટલોના કુલ સાત રૂમ સીલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફાયર એનોસી વગર ધમધમતી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. છતાં પણ આ નોટિસને નજર અંદાજ કરી પોતાનો વ્યવસાય ચાલુ રાખતા આખરે તંત્ર સીલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી અને સેક્ટર ૨૨ મા ચાર હોસ્પિટલના વિવિધ રૂમોને સીલ કર્યા હતા.

Download Our B K News Today App



Related News