બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 11:40:09
  • Views : 905
  • Modified Date : 2021-04-17 11:40:09

સમગ્ર દુનિયા અત્યારે નોવેલ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વધતા જતા કોરોના સંક્રમણ સામે તંત્ર લાચાર પુરવાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ૧૫ દિવસમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં હવે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિઝન, વેન્ટિલેટર સહિતના સારવારના સાધનો ખૂટવા લાગ્યા છે તેમ છતાં તંત્ર સબ સલામત હૈ નું રટણ કરી રહ્યું છે.
સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે સરકાર કોરોના વાયરસ ને અટકાવવા માટે જેટલા પ્રયાસો કરી રહ્યું છે તેટલા જ બમણા વેગથી કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે તેવામાં બનાસકાંઠા જિલ્લામાં
પણ હવે હોસ્પિટલો કોરોના ના દર્દીઓથી ઉભરાવવા લાગી છે અને કોરોના વાયરસ દર્દીઓની સારવાર ના સાધનો ની અછત વર્તાવા લાગી છે ખાસ કરીને વેન્ટિલેટર, ઓક્સિજન,
રેમડીસિવિર સહિત બેડ પણ ખૂટી પડ્યા છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ડીસા અને પાલનપુરમાં થઈ રહ્યું છે અને અહીં રોજના ૧૦૦ થી પણ વધુ પોઝિટિવ કેશો નોંધાઈ રહ્યા છે તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસા અને પાલનપુરમાં ખાસ વ્યવસ્થા ઊભી કરી છે,
પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલ અને ડીસામાં જનતા હોસ્પિટલમાં થઈ ૨૦૦ જેટલા દર્દીઓ માટે વેન્ટિલેટર, ઓક્સિઝન, રેમડીસીવર
ઇન્જેક્શન સહિત ની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તેમ છતાં
પણ જે રીતે કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી સમયમાં હજુ પણ ગંભીર
પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબો માની રહ્યા છે.   

કોરોના મહામારીને પહોંચી વળવા તંત્ર સજ્જ
જિલ્લામાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે હવે જિલ્લા કલેક્ટરે ખાસ બેઠકોનો દોર શરૂ કર્યો છે અને બનાસકાંઠામાં ઼
પાલનપુર અને ડીસામાં કોરોના વાયરસની વધતો અટકાવવા માટે વોર્ડ વાઈઝ વોર્ડ ઓફિસરની નિમણુંક કરી છે. જેમાં વોર્ડ ઓફિસરની સાથે નગરપાલિકા અને પોલીસની ટીમ સાથે રહી કામ કરશે. આ સિવાય વધતા જતા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો કર્યા છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાની ૨૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવારની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

Download Our B K News Today App



Related News