કોરોનાના ૩ દર્દીઓને દાખલ કર્યા હતા દેહગામમાં આવેલ શ્રીજી હોસ્પિટલને બંધ રાખવા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:14:27
  • Views : 491
  • Modified Date : 2020-06-12 12:14:27

દેહગામ શહેરમાં મોડાસા રોડ પર આવેલી ખાનગી
હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર વગર મંજૂરીએ થતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
દેહગામમાં આવેલ શ્રીજી હોસ્પિટલમાં કોરોનાના ૩ દર્દીઓ જે બહારના હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેઓની સારવાર શ્રીજી હોસ્પિટલમાં થઈ રહી હતી, તે દરમ્યાન તેમાંના એકનું મોત નીપજ્યું હતું. શ્રીજી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે માન્ય ન હોવા છતાં ત્યાં આઇસોલેટેડ વોર્ડ અને
પી.પી.ઇ કીટ વગર સારવાર થઈ રહી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ બેદરકારીને ધ્યાનમાં લઈ ગંભીરતા સાથે
પગલાં લઈ હોસ્પિટલને ૧૪ દિવસ સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યાનુસાર સારવાર માટે આવેલ દર્દી અમદાવાદ અને
પાટણથી લવાયા હતા.

Download Our B K News Today App



Related News