ધાનેરાની કિરણરાજ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 10:47:58
  • Views : 514
  • Modified Date : 2020-12-16 10:47:58

 ધાનેરામાં જિલ્લા આરોગ્ય વિભાગ પીએનડીટી એક્ટ હેઠળ રેડ કરી હતી. જેમાં શહેરની કિરણરાજ હોસ્પીટલ એન્ડ મેટરનીટી પ્રા.લિ.ના સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા. હોસ્પિટલ સંચાલકોએ ફોર્મ એફ ભરવામાં લાપરવાહી અને રજીસ્ટર નિભાવવામાં અનિયમિતતા જાેવા મળતા કાર્યવાહી કરી હતી. બુધવારે સાંજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીસ ફેન્સીની સૂચનાથી ધાનેરાના હરીઓમ સોપિંગ સેન્ટરમાં આવેલમાં ડૉ. ડી.સી. ખંડેલવાલની કિરણરાજ હોસ્પીટલ એન્ડ મેટરનીટી પ્રા.લિ.માં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક અચાનક તપાસ શરૂ કરી હતી. જેમાં જિલ્લાના આર.સી.એચ અધિકારી ડૉ. જીગ્નેશ હરીયાણી તથા ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ઝવેરી અને એ.ટી.એચ.ઓ. ડૉ.મીનાક્ષી રાજપુત વગેરે દ્વારા એક દર્દીને ત્યાં તપાસ અર્થે મોકલવામાં આવેલ અને તે દર્દી સગર્ભા હોવાથી તેની સોનોગ્રાફી કરવામાં આવી હતી. આ ટીમના સભ્યોએ સોનોગ્રાફી મશીન સહિત રેકર્ડ ચેક કરતાં કેટલીક વિસંગતતાઓ જાેવા મળી હતી.  અને ત્યાં પીએનડીટી એક્ટ હેઠળ કરેલી જાેગવાઈઓનો ભંગ જાેવા મળ્યો હતો.
પીએનડીટી એક્ટ મુજબ ફોર્મ એફ અને રજીસ્ટર નિભાવણીનો અભાવ સામે આવ્યો હતો. આથી કાર્યવાહી કરી તપાસ ટીમે આ
હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા. ડો. જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે "રેકર્ડ" નિભાવવામાં
લાપરવાહીઓ સામે આવતા આ હોસ્પિટલના તબીબોને નોટિસ ફટકારાશે. જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યા બાદ ઘટતી કાર્યવાહી હાથ ધરીશું.

Download Our B K News Today App



Related News