થરાદની જે.જે. હોસ્પટલમાં હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 12:07:43
  • Views : 736
  • Modified Date : 2019-07-23 12:07:43

થરાદ ખાતે આવેલ જે.જે. હોસ્પિટલમાં મોડી રાત્રી દરમિયાન થરાદના પાંચ અજાણ્યા શખ્સો દ્વારા જે.જે.હોસ્પિટલમાં તોડફોડ  અને હાજર હોસ્પિટલ સ્ટાફ ઉપર હુમલો કરાયો હતો. આ બાબતને લઈને ઈન્ડીયા મેડીકલ એસોસિએશન થરાદના તમામ ડોક્ટરોએ માંગણી કરી હતી કે આ બનાવમાં તમામ જવાબદારો સામે તાત્કાલિક ડોક્ટરો કડક કાર્યવાહી થાય તે માટે તટસ્થ તપાસ કરી હુમલાખોરોને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરી હતી.
થરાદમાં જે.જે.હોસ્પિટલમાં હુમલાની  ઘટના બનતા   થરાદની તમામ હોસ્પિટલોએ હડતાળ કરી તમામ હોસ્પિટલો દિવસભર બંધ રાખી હતી. તેમજ  જે.જે હોસ્પિટલથી મેઈનબજાર અને પોલીસ
સ્ટેશનથી કલેક્ટર ઓફિસ  સુધી રેલી કાઢી થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. ડોક્ટર એસોસિએશન દ્વારા અસામાજીક તત્વો સામે આકરા પગલાં માટે  થરાદ પોલીસ સ્ટેશન અને થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી કાર્યવાહી માટે માંગણી કરી હતી. 

Download Our B K News Today App



Related News