ભયાનક ત્રિપલ અકસ્માત : મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનોમાં આગ, 6ના મોતની આશંકા, ભડથું થયેલો એક મૃતદેહ બહાર કઢાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-21 12:41:28
  • Views : 234
  • Modified Date : 2022-05-21 12:41:28

ભયાનક ત્રિપલ અકસ્માત  : મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહનોમાં આગ, 6ના મોતની આશંકા, ભડથું થયેલો એક મૃતદેહ બહાર કઢાયો

 

મોડાસા પાસે આવેલા આલમપુર ગામ નજીક બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં અંદાજે 6 જેટલા લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે મોડાસા-નડીયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે. જેના કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

વિગતો મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આલમપુર ગામ પાસેથી નીકળતા મોડાસા-નડિયાદ હાઈવે પર શનિવારે બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. જે બાદ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ આગના બનાવથી 6 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર તથા ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આગમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને વાહનમાંથી એક ભડથું થઈ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનામાં આગના બનાવને પગલે હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

 

 

Download Our B K News Today App



Related News