અમદાવાદમાં કર્ફ્યૂમાં IPLમેચ જોતાંજોતા હુક્કાની મહેફિલ, પોલીસે રેડ કરી 11 સામે ગુનો નોંધી 7ની ધરપકડ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 15:28:29
  • Views : 266
  • Modified Date : 2021-04-30 15:28:29

    કર્ફ્યૂના માહોલમાં નબીરાઓ છાકટા બની હુક્કાની મહેફિલ માણતા ઝડપાઇ ગયા છે. જુહાપુરાના એક શખસે આઇપીએલ મેચ ચાલતી હોવાથી કમાણીનો ધંધો શોધી લીધો હતો. યુવાધનને બોલાવી રૂ. 800માં હુક્કા પીરસી આઇપીએલ મેચ જોવાનો સેટ અપ ગોઠવી દીધો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસે રેડ કરી 11 લોકો સામે ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી ચાર સગીરો સામે કાર્યવાહી કરી છે.

    જુહાપુરામાં આવેલી પ્રાચીના સોસાયટીમાં રહેતો અદનાન ગાંધી હાલ પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપીએ તેના જ ઘરમાં હુક્કા બાર શરૂ કરી દીધું હતું. પકડાયેલા સાત આરોપીઓ અને અન્ય ચાર સગીર લોકો હુક્કાની મહેફિલ માણતા પોલીસ ગિરફતમાં આવી ચૂક્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી અદનાન ગાંધી જુહાપુરાની પ્રાચીના સોસાયટીમાં રહે છે અને તે જ આ ઘરમાં હુક્કા બાર ચલાવતો હતો.સાંજ પડેને જેવી આઇપીએલ મેચ શરૂ થાય કે યુવાનો અહીં આવી જતા અને અદનાન આ તમામ લોકોને હુક્કા પીરસ્તો હતો. પોલીસને મેસેજ મળતાં જ પોલીસે રેડ કરી અને સાત આરોપીઓને પકડી ચાર સગીર સામે કાર્યવાહી કરી છે. પોલીસને એવી માહિતી મળી છે કે આરોપી અદનાન એકાદ વર્ષથી આ હુક્કાબાર ચલાવતો હતો.

    આરોપી અદનાનએ કર્ફ્યૂ હોવાથી પોલીસ રોડ પર ફરજ બજાવતી હોવાથી તેણે વધુ લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું હતું. આઇપીએલ મેચ ચાલતી હોવાથી યુવાનો અહીં મેચ જોવાની સાથે હુક્કો પીતા હતા. 800 રૂ. નો એક હુક્કો આરોપી અદનાન આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ ફ્લેવર અને હુક્કા રાખી હુક્કા બાર શરૂ કરી દેવાયુ હતું.


Download Our B K News Today App



Related News