ગાંધીનગરના ૨૬૬ ગામોમાં ૧૮.૭૬ લાખને આયુર્વેદ ઉકાળો અને ૬.૬૩ લાખને હોમિયોપેથીક દવા અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:57:00
  • Views : 386
  • Modified Date : 2020-05-17 11:57:00

ગાંધીનગર જિલ્લામાં ૨૬૬ ગામમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતા આયુર્વેદ ઉકાળાના ૧૮ લાખ ૭૬ હજારથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ ૨૨૧ ગામોમાં ૬ લાખ ૬૩ હજારથી વધુ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના કુલ ૨૬૬ ગામોમાં આયુર્વેદ ઉકાળાના ડોઝ ઘરે ઘરે આપવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર તાલુકામાં ૧,૬૯,૯૦૬, માણસા તાલુકામાં ૧,૬૮,૫૭૫, દહેગામ તાલુકામાં ૩,૩૫,૧૩૭ અને ગાંધીનગર તાલુકામાં ૧૨,૦૬,૨૩૬ મળી કુલ- ૧૮,૭૬,૮૫૪ ઉકાળાના ડોઝ આપવામાં આવ્યા છે.
તેમજ ચાર તાલુકાના ૨૨૧ ગામોમાં નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ખાસ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી. જેમાં કલોલ તાલુકામાં ૫૫,૩૧૬, ગાંધીનગર તાલુકામાં ૨, ૩૦,૩૦૧, દહેગામ તાલુકામાં ૫૭,૪૭૭ અને માણસા તાલુકામાં ૧,૫૬,૨૨૮ અને હોમિયોપેથી કોલેજ અને હોસ્પિટલના ટ્રસ્ટી ડો. ડી.ડી.પટેલ દ્વારા ૧૫૫ ગામોમાં ૧,૬૩,૮૮૦ મળી કુલ- ૬,૬૩,૨૦૨ લોકોને હોમિયોપેથી દવા આપવામાં આવી છે.
તે ઉપરાંત ૧૧મી એપ્રિલથી તા. ૧૫મી મે, ૨૦૨૦ દરમ્યાન ૧૪ સ્થળોએ ૫૭૨ કવોરોન્ટાઇન વ્યક્તિઓએ સારવાર મેળવેલ હતી. જે પૈકી ૨૯૫ લોકોએ આયુર્વેદ દવા અને ૨૭૭ લોકોએ
હોમિયોપેથીક દવા લીધી હતી. આ પૈકી આયુર્વેદ સારવાર પૂરી કર્યા બાદ કોઇપણ દર્દી
પોઝીટીવ આવ્યો નથી. જયારે હોમિયોપેથીક સારવાર પૂરી કર્યા બાદ કુલ ૧૧ વ્યક્તિ કોવિડ-૧૯ ની તપાસમાં પોઝીટીવ આવ્યો છે. આ આયુર્વેદ ઉકાળાના ડોઝ અને
હોમિયોપેથીક દવાના વિતરણમાં જિલ્લા પંચાયતના સદસ્યો, વિવિધ ગામના સરપંચ, પી.એચ.સી. સ્ટાફ, આશાવર્કરબેનો, યુવક મંડળના સહકાર થકી આ કાર્ય સુચારૂ રીતે પાર પડયું છે.

Download Our B K News Today App



Related News