પાલનપુર નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત હોમગાર્ડનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:45:16
  • Views : 646
  • Modified Date : 2020-04-01 11:45:16

પાલનપુરમાં કોરોના નાઈટ રાઉન્ડમાં ફરજ બજાવી પોતાના ઘરે જઈ રહેલ એક હોમગાર્ડ જવાનને છાપી નજીક અકસ્માત નડતા મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર  દરમિયાન મોત નિપજ્યું હતું.
પાલનપુર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અબ્દુલસત્તાર ઉસ્માનભાઈ બહેલીમને કોરોના બંદોબસ્તમાં પારપડા રોડ ઉપર ફરજ
સોંપવામાં આવી હતી. જેઓ નાઈટ ફરજ પુરી કરી એક્ટીવા ઉપર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે છાપી નજીક અકસ્માત નડ્‌યો હતો. જેની જાણ ૧૦૮ને થતા સ્ટાફના ઈએમટી વિક્રમભાઈ પરમાર અને પાયલટ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮માં પ્રાથમિક સારવાર આપી
પાલનપુર સિવિલ  હોસ્પિટલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ હાલત વધુ ગંભીર જણાતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે મહેસાણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંગળવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ચાર દિવસમાં
પાલનપુરમાં બે હોમગાર્ડ જવાનના મોત થતા ભારે શોક પ્રસરી જવા પામ્યો છે.

Download Our B K News Today App



Related News