વતન અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે અને પોતાનું વહાલું વતન કોને યાદ ન આવે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 11:12:26
  • Views : 1346
  • Modified Date : 2022-06-04 11:12:26


વતન અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે અને પોતાનું વહાલું વતન કોને યાદ ન આવે? વતનની બહાર નોકરી કરવા માટે ગયા હોઈએ પણ વતનની યાદ તો આવે જ...જે ભૂમિ પર આપણો જન્મ થયો હોય અને આપણું બાળપણ વિતાવ્યું હોય તે વતન હંમેશા આપણા હૃદયમાં સમાયેલું હોય છે.. વતનથી દૂર પૈસા કમાવવા માટે ગયેલા યુવકને અંતે તો એકવાર વતન યાદ આવે છે અને વતન ગર્વ અનુભવી શકે તે માટે કંઈક ને કંઈક કરતા હોય છે ત્યારે મૂળ ડીસાના વતની અને હાલ સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં રહેતા સુજીલ બકુલભાઈ ખોજાએ પોતાન વતન ડીસા માટે અનોખું કાર્ય કર્યું છે.. તેમણે બિઝનેસમાં સારી સફળતા મેળવી એક નવી કાર ખરીદી હતી.. ત્યારે તેમણે વિચાર્યું કે પોતાના વતન માટે શું કરી શકાય તેથી તેમના પિતાને ખ્યાલ આવ્યો કે પોતાની નવી ગાડી માટે ડીસા નામની નવી નંબર પ્લેટ બનાવી જોઇયે તેથી તેમણે પોતાની પહેલી ખરીદેલી કારમાં ડીસા નામની નંબર પ્લેટ લગાવી હતી..અને ડીસાના નામને સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં ગુંજતું કર્યું છે..સુશીલભાઈ નું આ એક સપનું હતું કે વતનથી દૂર જઈને ગમે તે કામ કરો પરંતુ પોતાના વતન માટે હંમેશા વિચારતા રહો અને વતન ગર્વ અનુભવે તેવું કામ કરતા રહો

 

 

Download Our B K News Today App



Related News