ડીસામાં હોમગાર્ડઝ જવાનો દ્વારા મહાનુભાવો ની પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 12:24:04
  • Views : 243
  • Modified Date : 2021-12-07 12:24:04

 

ડીસામાં હોમગાર્ડના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી આજે મોટાભાગે હોમગાર્ડના જવાનો કડકડતી ઠંડી હોય પર ઉનાળામાં ગરમી હોય કે પછી ચોમાસામાં વરસાદનો માહોલ હોય દરેક પરિસ્થિતિમાં રાત્રિના સમયે લોકો સુરક્ષિત રહે તે માટે પોતાની ફરજ બજાવતા હોય છે આ ઉપરાંત કોઈપણ મોટા કાર્યક્રમોમાં પણ મોટાભાગની વ્યવસ્થા હોમગાર્ડના જવાનો જ કરતા હોય છે ત્યારે બનાસકાંઠા જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ આર.એમ.પંડ્યા ના આદેશ થી તેમજ હેડ કલાર્ક જે.એન.પરમાર ના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડઝ તાલુકા યુનિટ ડીસાના ઓફીસર કમાન્ડીગ એ.બી.સાધુ ની આગેવાની અને ક્લાર્ક બી.વી.ભોકુ ની ઉપસ્થિતિ માં તા. 6 ડીસેમ્બર (ગુજરાત હોમગાર્ડઝ સ્થાપના દિવસ) ની ઉજવણી ના ભાગરૂપે રાત્રિના સમયે થતા અકસ્માત ને રોકવા માટે ટ્રેક્ટર તેમજ ઊંટ ગાડીઓ ઉપર રીફલેકટર લગાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ડીસા એરપોર્ટ મેદાન ખાતે પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડઝ તાલુકા યુનિટ ડીસાના એનસીઓઝ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

 

Download Our B K News Today App



Related News