લોકડાઉનના સમયગાળામાં પરદા પાછળ મોટી કામગીરી કરી રહેલા હોમગાર્ડ મિત્રોને પણ સલામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-05 12:16:55
  • Views : 986
  • Modified Date : 2020-05-05 12:16:55

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર જિલ્લામાં પણ રોજબરોજ નવા કેસોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. ત્યારે શહેર જિલ્લામાં ફરજ બજાવતા
પોલીસકર્મીઓની અખબારો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે તેની સાથે રહેલા હોમગાર્ડના જવાનો તથા
પોલીસ મિત્રો ક્યાંકને ક્યાંક નજર અંદાજ થતા હોય તેવુ લાગી રહ્યુ છે. હોમગાર્ડના જવાનો માટે કરિયાણીની કીટની માંગણી છેલ્લાં એક અઠવાડીયાથી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ કીટ આ હોમગાર્ડ જવાનો સુધી પહોંચી નથી.
સમગ્ર દેશમાં જગજાહેર છે કે,  અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોનો પગાર સૌથી ઓછો છે. તેમ છતાં આવા કપરા સમયમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોલીસની પડખે હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે. પગાર ધોરણ ઓછુ હોવાને કરાણે મોટાભાગે ગાંધીનગર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા જવાનો રીક્ષા કે અન્ય પ્રાઈવેટ નોકરી કે ધંધો કરતા હોય છે. પરંતુ હાલની
પરિસ્થિતિમાં અન્ય રોજગારના માધ્યમો બંધ હોવાને કરાણે તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. આ સબંધે હોમગાર્ડ જવાનો અને તેમના પરિવારજનો માટે કરીયાણીની કીટની માંગણી ઉચ્ચસ્તરે કરવામાં આવી છે,
પરંતુ હજુ સુધી કોઈ વળતો જવાબ મળ્યો નથી. ફરજ પર પીવા માટે અમુલની છાસ અને સેનીટાઈઝર આપીને તેમને હાલ તો ખુશ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેઓની અન્ય જરૂરીયાત પર કોઈ નેતા કે અધિકારીઓનું ધ્યાન ગયું નથી.

Download Our B K News Today App



Related News