દિયોદરના સણાદર ખાતે બનાસડેરીના પ્લાન્ટના ઉદ્ઘાટન પૂર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:22:42
  • Views : 329
  • Modified Date : 2022-04-16 11:22:42


દેશના વડાપ્રધાન આગામી ૧૯મી એપ્રિલે દિયોદરના સણાદર ખાતે આવેલા બનાસડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવનાર છે તેને લઇ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત કરી હતી.

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનશ્રીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થાય છે.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષી બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પણ બનાસડેરી ના નવા પ્લાન્ટનું મુલાકાત કરી હતી અને દેશના વડાપ્રધાન જ્યારે દિયોદર ખાતે બનાસડેરીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે તેના પર તમામ અધિકારીઓ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથોસાથ હર્ષ સંઘવી એ નવા પ્લાન્ટનો તમામ મુલાકાત કરી હતી આ કાર્યક્રમને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. કલેકટરશ્રી આનંદ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ દિયોદર- સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના સ્થળની મુલાકાત લઇ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે ઝીંણવટભરી વિસ્તૃત ચર્ચા કરી હતી.

Download Our B K News Today App



Related News