ગૃહપ્રધાન અમિત શાહ આજે GMDC ખાતે PM સ્વનિધિ યોજનાના સ્નેહમિલનમાં રહેશે ઉપસ્થિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 16:13:01
  • Views : 96
  • Modified Date : 2023-12-24 16:13:01

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. અમિત શાહ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ તેઓ  GMDC ગ્રાઉન્ડ ખાતે PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ ગાંધીનગરના પાનસરમાં તળાવ અને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ બપોરે 3 કલાકે ગાંધીનગરમાં સરદાર પટેલ ગ્રૂપ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.આ ઉપરાંત સાંજે 4:30 કલાકે સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. સાંજે 6:30 કલાકે ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્ય મહોત્સવનું ઉદ્ધાટન કરશે. તેમજ ગાંધીનગરના કલોલમાં આયોજીત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણના કાર્યક્રમમાં  CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં SPથી લઈને PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.

Download Our B K News Today App



Related News