ડીસાના કાંટ રોડ પર હોમગાર્ડના જવાનને અકસ્માત નડ્યો, સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:05:28
  • Views : 288
  • Modified Date : 2022-06-02 11:05:28

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બામાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનેક નાના મોટા અકસ્માત સર્જાયા છે.જેમાં અનેક માસૂમ લોકો મોતને ભેટ્યા છે તો કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.વારંવાર સર્જાતા અકસ્માતને લઈ હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના કાંટ નજીક સર્જાયો છે.. આ અકસ્માતમાં મંગલવારે રાત્રે સર્જાયો હતો અને તેમાં ડીસા ફરજ બજાવવા આવી રહેલા હોમગાર્ડ જવાન મહેશભાઇ દેસાઇને ઇજાઓ પહોંચી છે.. મહેશભાઇ દેસાઇ ડીસા ફરજ બજાવવા માટે ભાખરથી ડીસા આવી રહ્યા હતા તે દરમ્યાન તેમનું મોટર સાઇકલ સ્લીપ ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં મહેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ૧૦૮ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. જ્યાં તેમની તબિયત ગંભીર જણાઈ આવતા વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે..

Download Our B K News Today App



Related News