અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ સભા, પરિમલ નથવાણી, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 14:14:12
  • Views : 269
  • Modified Date : 2020-12-05 14:14:12

    25 નવેમ્બરે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું હતું. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલનો શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ સહિતના લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાંજિલમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને પ્રભારી હાજર છે. જ્યારે અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ પણ ત્યાં હાજર છે.અહેમદ પટેલના નિધન થતાં આજે 10 દિવસ બાદ અમદાવાદમાં શાહીબાગ ખાતે તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પહોંચ્યા હતા. જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ મંચ પર હાજર છે.


    ભરૂચના અંકલેશ્વર તાલુકા પીરામણ ગામના કબ્રસ્તાનમાં 26 નવેમ્બરે અહેમદ પટેલનાં માતા-પિતાની કબરની બાજુમાં જ તેમના પાર્થિવદેહની દફનવિધિ કરવામાં આવી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફત તેમના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો, જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેમનો પાર્થિવદેહ વતન પીરામણ લઇ જવાયો હતો. અહીં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમવિધિ શરૂ કરવામાં આવી હતી અને જનાજાની નમાઝ અદા કર્યા બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News