કાંકરેજ તાલુકામાં વિવિધ ગામોમાં ઠેર-ઠેર શ્રધ્ધાપુર્વક હોલિકા દહન કરાયુ હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 11:57:36
  • Views : 205
  • Modified Date : 2022-03-19 11:57:36

   ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ ધર્મમાં તહેવારોનુ વિશેષ મહત્વ રહેલુ છે.દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી.હિન્દુ ધર્મમાં હોળીનુ વિશેષ મહત્વ રહેલુ છે.કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર શ્રધ્ધાપુર્વક ગ્રામજનો દ્વારા ઢોલના તાલે શુભ મુર્હુર્ત પ્રમાણે અગ્નીમાં ચણા, ધાણી,ખજુર,નારીયેળ,કપુર વગેરે હોમી પાણી રેડી ગામના અબાલ વૃધ્ધ સૌ કોઈ પ્રદક્ષિણા કરે છે. પરીવારમાં જન્મેલાં નાના બાળકોની પ્રથમ હોળી હોય તેઓને હોળીના દર્શન કરાવાય છે.અને વાજતે ગાજતે દેશી ઢોલના તાલે કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં અને ટોટાણાધામને અડીને આવેલા હારીજ તાલુકા અસાલડી ગામના ચોરે ઢોલી ઢોલ વગાડી ગામલોકોને એકત્રિત કરે છે.. ત્યારે ગામના ગોંદરે સરપંચ વિરમજી રાયચંદજી ઠાકોરના હસ્તે હોલિકા દહન કરી સર્વે સમાજના લોકો સાથે મળી સહિયારી રીતે હોળીકા પુજન કરવામાં આવ્યું હતું..લોકોએ હોળીકાની પ્રદક્ષિણા કરી દર્શન કરી દેશ રોગ મુક્ત બને તેમજ ટન અને મનના રોગની પણ નાશ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Download Our B K News Today App



Related News