ડીસા તાલુકાના થેરવાડા ગામે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 11:59:40
  • Views : 197
  • Modified Date : 2022-03-19 11:59:40

ડીસા તાલુકાના થેરવાડા ગામે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વર્ષોથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો આજે પણ હિન્દુ ધર્મમાં અનેક તહેવારો નું ખાસ મહત્વ રહેલું છે અને દર વર્ષે હિન્દુ ધર્મના લોકો રંગેચંગે અનેક તહેવારોની ઉજવણી કરતાં હોય છે જે અંતર્ગત આજે હિન્દુ ધર્મનો લોકપ્રિય તહેવાર હોળી છે આમ તો વર્ષોથી હોળીના પર્વની સૌથી વધુ ઉજવણી રાજસ્થાનમાં થાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાની પરંપરા મુજબ આજે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હોળીના પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે પણ આજે હોલિકા દહન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકો એકત્રિત થઈ હોળી પ્રગટાવી હતી. જે બાદ હોલિકા માતા ના દર્શન કરવા દૂર દૂરથી લોકો પહોંચ્યા હતા. અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગ્રામજનોએ હોલિકા દહન કાર્યક્રમ માં શ્રીફળ,ધાણી અને ખજુરની પ્રસાદ ચડાવી હતી

Download Our B K News Today App



Related News