અધિકારીઓએ અને કંપનીના માલિકો જાેડે સેટિંગ ડોટ કોમ ? ગાંધીનગરમાં તંત્રની નજર હેઠળ ગેરકાયદેસર હોર્ડીંગસનો રાફડો ફાટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:30:03
  • Views : 294
  • Modified Date : 2020-12-10 11:30:03

ગાંધીનગરમાં ગેરકાયદેસર હોર્ડીંગસોનો રાફડો ફાટયો છે. ગાંધીનગર ગુડાની હદમાં આવતા સ્થળ ઉપર પરવાનગી વિના જાહેરાતોના બોર્ડ બારોબાર લાગી ગયા છે. શહેરમાં ઠેર ઠેર જાહેરાતો માટેના બેનરો વિવિધ કંપનીના લાગેલા છે. પરંતુ તંત્રના આશીર્વાદથી આ માલિકોને નોટિસ પણ મળતી નથી અને બે રોક ટોક વગર પોતાનો ધંધો ચલાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તંત્ર જાેડે આ મોટી કપનીઓનું સેટિંગ ડોટ કોમ હોવાથી
કંપનીઓને કોઈ પણ પ્રકારની હેરાન ગતિ કર્યા વગર ધંધો કરવા દેવામાં આવે છે. આ ઉપરાંત જાણીતા અધિકારીઓએ પાસે પૂરતી માહિતી હોવા છતાં પણ આ લોકો વિરૂધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી  કરવામાં આવી નથી. જ્યારે સામાન્ય લોકો નિયમ વિરૂધનું કામ  કરે તો તે લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. નાના વેપારીઓ પાસેથી મોટા મોટા દંડ ઉઘરાવામાં આવતા હોય છે. ત્યારે આવા મોટા કદના વેપારીઓ ઉપર તંત્રના આશીર્વાદ ક્યાં સુધી રહેશે ? તે એક મોટો પ્રશ્ન
ઉપસ્થિતિ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે તો ઉપરથી ફરિયાદીઓને તોછડાઈ વાળા જવાબ આપવામાં આવે છે. જેના ઉપરથી ફલિત થાય છે કે અધિકારીઓ કંપનીના માલિકોને છાવરી રહ્યા છે.  શું તંત્રનું ધ્યાન દોરવું એ યોગ્ય છે ? શું મોટા લોકો માટે કાયદો – કાનૂન લાગુ નથી પડતો ?

Download Our B K News Today App



Related News