ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના નામે પ્રસિધ્ધીના મોહમાં ભીડ એકઠી કરનાર મેયર સહિત ભાજપા હોદેદારોમાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 12:00:02
  • Views : 616
  • Modified Date : 2020-04-28 12:00:02

ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ ધ્વારા જરૂરિયાત લોકોને અનાજની કીટ વિતરણ કરવા ગાંધીનગરમાં વોર્ડ મુજબ માંગણી મુજબ જથ્થો આપવાના યોજવામાં આવેલ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે સેકટર ૧૧ ખાતે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી ૧૪૪ ના કાયદાનું ચિર હરણ કરી પ્રસિધ્ધી મેળવવાનો વધુ એક હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ સ્વાધ્યાય પરિવાર તરફથી સેનીટાઈજેશન સ્પ્રે મશિન કોર્પોરેશનને ભેટ
સ્વરૂપે આપવામાં આવ્યું હતું ત્યારે પણ ગાંધીનગર મેયર રીટાબેન પટેલના વડપણ હેઠળ મોટી ભીડ એકઠી કરી દઈ સોશિયલ ડીસ્ટન્સી તેમજ કલમ ૧૪૪ ના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના પ્રથમ નાગરિક કહેવાતા મેયર રીટાબેન પટેલની અપરિપક્વતા અને અજ્ઞાનતા નિર્ણય શક્તિના અભાવે કાર્યક્રમમાં એકઠી થયેલી ભીડનું  પોતાની ફરજના ભાગરૂપે કવરેજ કરવા ગયેલા ખાનગી ચેનલના પત્રકારને આજે કોરોના પોજીટીવ આવતા જ હડકંપ મચી જવા પામ્યો છે. લોકસભા સાંસદ એવા કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ ધ્વારા જરૂરિયાત લોકોને રાશનની કીટ આપવા માટે તમામ વોર્ડમાં માંગણી મુજબનો જથ્થો
આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ રાશન કીટના વિતરણ માટે ભીડ એકઠી કરી ફોટા
પડાવવા તેવી કોઈ સૂચનાઓ આપવામાં આવતી નથી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના વોર્ડ પ્રમુખો ધ્વારા જરૂરિયાત મુજબ જથ્થાની માંગણી કરવામાં આવતા માંગણી મુજબનો જથ્થો લોકસભા સાંસદ અમિત શાહ ધ્વારા ગાંધીનગર ખાતે મોકલી પણ આપવામાં આવ્યો હતો.ત્યારે લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગ્રુહ મંત્રીની ગુડબુકમાં આવવાના મોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર
પટેલ અને ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ ધ્વારા પ્રસિધ્ધીની ભૂખ સંતોષવા ગાંધીનગરના સેક્ટર ૧૧ ખાતે કીટ વિતરણનો કાર્યક્રમ યોજી દેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  મહાનગર ના પ્રમુખ મહેન્દ્રપટેલ (દાસ), મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ડે. મેયર નાજાભાઈ ઘાંઘર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  દેવેન્દ્રસિંહ ચાવડા,   નીતિનભાઈ પટેલ,  શંકરસિંહ રાણા,  સંજીવમહેતા,  મહામંત્રી રુચિરભટ્ટ, પંકજજી ઠાકોર, કેતન પટેલ,જી કે પ્રજાપતિ, કાર્તિક પટેલ અન્ય કોર્પોરેટરઓ, વોર્ડના પ્રમુખો , ઈન્ચાર્જ   વગેરે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ૧૪૪ની કલમના કાયદાનું છડેચોક ચિર હરણ કરી પ્રસિધ્ધી મેળવવાનો વધુ એક હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું કવરેજ કરવા માટે એક ખાનગી ચેનલના
પત્રકારને ફરજના ભાગરૂપે જવાની ફરજ પડી હતી અને આજે એ પત્રકારનો કોરોના
રિપોર્ટ પોજીટીવ આવતા જ ગાંધીનગર ભાજપના મેયર સહિતના હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા અવારનવાર સોશિયલ ડીસ્ટન્સી નું પાલન કરવા માટે અવારનવાર કહેવામાં આવતું હોંય છે તેમજ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે પણ અનાજના કીટ વિતરણ માટે ભીડ એકઠી કરવા કોઈ સૂચના આપી હોંય તેવું લાગતું નથી. તેમ છતાં ગાંધીનગર ના પ્રથમ નાગરિક મેયર રીટાબેન પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રદાસની અપરિપક્વતા અને કોરોનાની અઘ્‌યાનતાથી ગાંધીનગર ભાજપાના સૌ કોઈને કવોરોન્ટઈન થવાનું આવે તેવો ઘાટ રચાઈ ગયો છે.
હાલમાં પત્રકાર સાથે
સંપર્કમાં આવેલ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં તંત્ર લાગી ગયું હોઈ કીટ વિતરણ કાર્યક્રમમાં હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. તાજેતરમાં જ સ્વાધ્યાય પરિવાર તરફથી સેનીટાઈજેશન સ્પ્રે મશિન
કોર્પોરેશનને ભેટ સ્વરૂપે
આપવામાં આવ્યું હતું ત્યારે પણ ગાંધીનગર મેયર રીટાબેન
પટેલના વડપણ હેઠળ મોટી ભીડ એકઠી કરી દઈ સોશિયલ ડીસ્ટન્સી તેમજ કલમ ૧૪૪ ના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો.અને રવિવારે પણ કીટ વિતરણ કાર્યક્રમ યોજી મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી લાઇનમાં ગોઠવાઈ ગયેલા મેયર રીટાબેન સહિતના હોદેદારોને આગામી દિવસોમાં કવોરોન્ટઈન થવાનો વખત આવે તેવા સંકેતો તંત્ર ધ્વારા વ્યકત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગાંધીનગરમાં લોકડાઉન નું ઉલ્લંઘન કરનાર સામે કડક હાથે કાર્યવાહી કરતી
પોલીસે પણ આ કાર્યક્રમ બાબતે ચૂપકીદી સાધી લઈ "સત્તા આગળ શાનપણ નકામું" કહેવતને સાર્થક કરી હોંય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.જો આજ પ્રકારે કોઈ સામાન્ય જનમાણસે કાર્યક્રમ યોજ્યો હોત તો પોલીસે  કાયદાનો દંડો ઉગામી ૧૪૪ કલમ તેમજ સોશિયલ ડીસ્ટન્સી ભંગના કાયદા હેઠળ ગુનો દાખલ કરી દીધો હોંય પણ અહીં તો ખુદ મેયર રીટાબેન પટેલ જ કાયદાનો ભંગ કરે તો પોલીસ પણ વામણી બની ગઈ હોંય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News