આજે અડુક..કાલે દડુંક પ્રતાપજી ઠાકોર દ્વારા બે દિવસમાં બે પાર્ટીના હોદ્દેદાર બની નવો રેકોર્ડ સર્જીયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 11:37:26
  • Views : 279
  • Modified Date : 2021-02-03 11:37:26

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે બધા જ પક્ષો કમર કસી રહ્યા છે.આ સમયમાં કેટલાક લોકો પક્ષ પલટો કરી રહ્યા છે. પક્ષ પલટામાં
પાલનપુરના ગઈ કાલે સાંજે ભાજપ શક્તિ કેન્દ્રના પ્રમુખ પ્રતાપજી ઠાકોર ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. આમ આદમી પાર્ટીએ કદાચ આ કાર્યકરને ઓળખવામાં ભૂલ કરી તેઓને પાર્ટી સંઘઠનમાં મહત્વનો કહી શકાય તેવી મહામંત્રીની જવાબદારી પણ આપી હતી.
કહેવત મુજબ નાચનારીને નાચવું ન હોય તો આંગણું વાંકુ અને ભાજપ જે ઉપરથી નીચે સુધી વર્ષોથી સત્તામાં છે એ એકાદ પેજ પ્રમુખ જેવા નાના કાર્યકરને લોભ,લાલચ,ટિકિટ આપવાનું ગાજર કે પાર્ટીમાં કોઈ હોદ્દો આપવાની બાબતે
પ્રતાપજી ફરીથી ભાજપમાં પરત થયા છે. આવા રાજકીય આગેવાનો જ જમીન સાથે જાેડાયેલ પાર્ટીના લોકોને બદનામ કરે છે. આ નાગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોરનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે ભાજપ અમારાથી ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી છે. આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જાેડાનારને શામ,દામ,દંડ અને ભેદની નીતિથી ડરાવી ધમકાવી કાર્યકરોને પરત ભાજપમાં ભેળવવાનું શરૂ કર્યું છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે જણાવ્યું કે નગરના વિકાસમાં જાેડાનાર દરેકનું પાર્ટી સન્માન કરી આવકાર આપશે.

Download Our B K News Today App



Related News