આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-20 11:14:45
  • Views : 199
  • Modified Date : 2022-03-20 11:14:45

આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી


રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, આગામી 48 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે, તથા આગામી 4-5 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી.

હવામાન વિભાગ મુજબ, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તથા મહેસાણા, સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી તથા સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવના પગલે લોકોને સાવધાની રાખવા કહેવાયું છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. તથા કો-મોર્બિડ લોકો, વૃદ્ધો, નાના બાળકોને તડકામાં જવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે, તથા લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે.

છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

હવામાનશાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મોટે ભાગે 25 માર્ચ પછી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ પહોંચતો હોય છે, તેને બદલે 15 માર્ચ સુધીમાં રેકોર્ડબ્રેક 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હોય તેવી 20 વર્ષમાં પ્રથમવાર બન્યું હતું. જેનું મુખ્ય કારણ છે કે, દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જેને લીધે હીટવેવમાં અસામાન્ય વધારો થતાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમ સુકા પવનોથી લુ સાથેના પવનો ફુંકાયા હતા.

 

Download Our B K News Today App



Related News