વડગામ નેશનલ હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર હિટવેવની અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 10:52:48
  • Views : 437
  • Modified Date : 2019-04-27 10:52:48

છેલ્લાં કેટલાંય સમયથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઊંચો છે. ત્યારે વડગામ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પણ હિટવેવની અસર જોવા મળી હતી.  હાલમાં લગ્નની સિઝન હોવા છતાં સવસના દસ વાગ્યાના સમયે તાલુકાના મુખ્ય રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા હતા.હાલમાં ગુજરાત રાજ્ય સહિત ડીસા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં  ઉનાળાની ગરમીએ કહેર વર્તવાનું શરૂ કર્યુ છે. હાલમાં ગરમીનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે સરકાર હાલ આ અગન તાપ ગરમીને લીધે હિટવેવ જાહેર કર્યુ  છે.  લોકોને ૧૧ વાગ્યાથી સાંજે ૫ સુધી અગત્યના કામ સિવાય બહાર ન જવા માટે લોકોને અપીલ કરી છે. તો આ ગરમીમાં પશુ,પંખીઓ સહિત મૂંગા પ્રાણીઓની હાલત કફોડી બની છે. જેની અસર વડગામ તાલુકામાં જોવા મળી છે. હાલમાં લગ્ન સિજન પણ ચાલી રહી છે, ત્યારે વડગામ તાલુકામાંથી નેશનલ હાઇવે સહિત બીજા તાલુકા મુખ્ય રસ્તાઓ પણ સવારના  દસ વાગ્યાના સમયે સુમસામ જોવા મળ્યા હતા. 


Download Our B K News Today App



Related News