હિટવેવ (ગરમ હવા) થી બચવા આટલી કાળજી રાખીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:02:40
  • Views : 1020
  • Modified Date : 2019-05-04 12:02:40

અત્યારે ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી લાગી રહી છે. ત્યારે આ હિટવેવ (ગરમ હવા) થી બચવા કેટલીક કાળજીઓ રાખવી જરૂરી છે, જેથી તેની અસરથી બચી શકાય. ગરમીથી બચવા આટલું જરૂર કરીએ.હિટવેવ (ગરમ હવા)ની સ્થિતિ જાણવા માટે રેડીયો સાંભળીએ, ટી.વી. પર આવતા ન્યૂઝ જોવા તથા સમાચારપત્રોમાં વાતાવરણની આગાહી અંગેની જાણકારી મેળવતા રહીએ. પાણી વધારે પીએ. જેથી શરીરમાં પાણીની કમીથી થતી બીમારીઓથી બચી શકાય. સ્મૂથ, ખુલ્લા સુતરાઉ કપડાં પહેરો જેથી શરીરમાં હવા પહોંચે અને પસીનો ચુસી લઇ શરીરને ઠંડુ રાખે. તડકામાં બહાર જવાનું ટાળો અને જો બહાર જવું બહુ જરૂરી હોય તો તડકામાં ચશ્મા, છત્રી, ટોપી અને બુટ, ચપ્પલ પહેરીને જ ઘરથી નીકળો. મુસાફરી દરમ્યાન પાણીની બોટલ અવશ્ય સાથે રાખીએ. ગરમીના દિવસોમાં ઓ.આર.એસ.નો રસ પીઓ અને બીજા પીણા જેવા કે લીંબુ પાણી, કાચી કેરીનો શરબત, લસ્સી વગેરેનો ઉપયોગ કરીએ, જેનાથી શરીરમાં પાણીની કમી ન થાય. ગરમીથી ઉત્પન્ન થતાં વિકારો, બીમારીઓને ઓળખીએ. કોઇ તકલીફ હોય તો તરત જ ર્ડાકટરની સલાહ લઇએ. પશુઓને છાંયડાવાળી જગ્યાએ રાખીએ, તેમને પીવા માટે પુરતી માત્રામાં પાણી આપીએ. આપણા ઘરને ઠંડું રાખીએ, ઘરને ઢાંકીને અથવા પેન્ટ લગાવીને ૩-૪ ડીગ્રી સુધી ઠંડુ રાખી શકાય છે. કામ કરવાના સ્થળે પાણીની વ્યવસ્થા રાખીએ. ગરમીથી બચવા આટલું ન કરીએતડકામાં ઉભા રાખેલા વાહનોમાં બાળકો અને પાલતું જાનવરોને ન રાખીએ. દિવસના ૧૧.૦૦ કલાકથી ૩.૦૦ વાગ્યા સુધી બહાર ન નીકળીએ. ઘાટા રંગના ભારી અને ફીટ કપડાં ન પહેરીએ. ભોજન બનાવતી સમયે રૂમના દરવાજા અને બારી ખુલ્લા રાખીએ જેથી હવાની અવર-જવર થઇ શકે. નશીલા પદાર્થો, દારૂ તથા આલ્કોહોલના સેવનથી દૂર રહીએ. વધારે પડતા પ્રોટીનવાળા ખોરાક લેવાનું ટાળીએ અને વાસી ભોજન ન કરીએ. 


Download Our B K News Today App



Related News