અમદાવાદ સહિત રાજ્યમાં હિટવેવ માટે ચેતવણી જારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 06:57:37
  • Views : 504
  • Modified Date : 2019-04-25 06:57:37

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી એકવાર ફરી વળ્યું છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પારો ૪૩થી ઉપર પહોંચી ગયો હતો. અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં પારો ૪૧.૯ રહ્યો હતો. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરામાં હિટવેવની ચેતવણી રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ હિટવેવની ચેતવણી જારી કરાઈ છે.



Download Our B K News Today App



Related News