ડીસાના આખોલ ઓવર બ્રીજ પરથી હિટાચી મશીન નીચે પડતા અફડા-તફડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:18:44
  • Views : 461
  • Modified Date : 2019-04-07 06:18:44

ડીસાના આખોલ પાસેથી
પસાર થઈ રહેલ ઓવર બ્રીજ
પર ટ્રેઈલર  હિટાચી મશીનને દોરડા વડે બાંધી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓવર બ્રીજના વળાંકમાં અચાનક દોરડું તૂટી જતા હિટાચી મશીન ઓવર બ્રીજ પરથી નીચે પટકાયું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
ડીસા તાલુકાના આખોલ ગામ પાસેથી પસાર થઈ રહેલ ઓવર બ્રીજ એટલો ભયંકર છે કે આ ઓવર બ્રીજ પરથી આજસુધી અનેક લોકો બ્રીજ
પરથી નીચે પટકાયા છે.  અવાર નવાર આ બ્રીજના ભયંકર વળાંકના કારણે અનેક લોકો બ્રીજ પરથી નીચે પટકાવવાના કારણે મોતને પણ ભેટ્યા છે. ત્યારે આજરોજ વધુ એક સાધન નીચે પટકાવવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના આખોલ ગામ પાસેથી પસાર થઈ રહેલ ઓવર બ્રીજ પર
બપોરના સમયે ટ્રેઈલર હિટાચી મશીનને દોરડા વડે બાંધી ડીસા તરફ આવી રહ્યો હતો ત્યારે આ ઓવર બ્રીજના ભયંકર વળાંકના કારણે ટ્રેઈલર પાછળ  બાંધેલ હિટાચી મશીનનું દોરડું તૂટી જતા આ હિટાચી મશીન બ્રીજ પરથી નીચે પટકાયું હતું. આ બ્રીજ નીચે અવાર નવાર મોટું ટ્રાફિક રહેતું હોય છે પરંતુ બપોરનો સમય હોવાના કારણે ટ્રાફિક ન હતું જેના કારણે મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ અકસ્માત સર્જાતા કોઈ વ્યક્તિને ઇજાઓ થઈ ન હતી.


Download Our B K News Today App



Related News